ઇઝરાયેલના અબજોપતિ હીરા વેપારી ડેન ગેર્ટલરનું લાઇસન્સ બાયડન પ્રશાશને રદ્દ કર્યુ

DIAMOND TIMES – ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરીકામાં હીરાના બિઝનેસ માટે ઇઝરાયેલના હીરા વેપારી ડેન ગેર્ટલરની કંપનીને ટ્ર્મ્પ સરકારે આપેલુ લાઇસન્સ બાયડન પ્રશાશને રદ્દ કરી દીધુ છે.અહેવાલમાં મળેલી વિગત અનુસાર અમેરીકામાં બિઝનેસ માટે ટ્ર્મ્પ સરકાર દ્વારા કેટલીક વિદેશી કંપનીઓને ઇશ્યુ કરાયેલા લાઇસન્સની પુન:સમીક્ષા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન યુ.એસ. ટ્રેઝરી વિભાગ હેઠળ આવતા ફોરેન એસેટ્સ કન્ટ્રોલના અધિકારીઓએ આરોપ મૂક્યો છે કે ઇઝરાયેલના હીરા વેપારી ડેન ગેર્ટલરએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોસેફ કાબિલા સાથે મળીને વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે.જેથી ભ્રષ્ટાચારનાં કૃત્યોમાં સંડોવણીના કાયદા અન્વયે આ કાર્યવાહી કરવામાં આવી છે.લાઇસન્સ રદ કરવા અંગે બાયડેન વહીવટીતંત્રએ કરેલા નિર્ણય અંગે અધિકારીઓએ પ્રતિભાવ આપતા કહ્યુ કે યુનાઇટેડ સ્ટેટ્સ આવા ભ્રષ્ટ કારોબારીઓ વિરુધ્ધ પગલા ભરવાની કાર્યવાહી ચાલુ રાખશે.

યુ.એસ. ટ્રેઝરી વિભાગ હેઠળ આવતા ફોરેન એસેટ્સ કન્ટ્રોલ(ACફએસી) એ ઇઝરાઇલી હીરાના 47 વર્ષીય વેપારી ડેન ગેર્ટલરને એક વર્ષ માટે આપેલા લાઇસન્સને રદ કર્યું છે. અહેવાલ અનુસાર ટ્રમ્પના નબળા વહીવટ શાશનમાં અનેક કંપનીઓને આડેધડ રીતે લાઇસન્સ આપવામાં આવ્યા હતા. વર્ષ 2017 – 2018માં ટ્રમ્પ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગાર્ટર સહીત અન્ય 33 સંબંધિત કંપનીઓને ગ્લોબલ મેગ્નિસ્કી એક્ટ એટલે કે ખાસ નિયુક્ત નાગરિક (એસડીએન) ના દરજ્જા હેઠળ આ પરમિશન આપી હતી.

ફેબ્રુઆરીના અંતમાં કોંગોની બેન્કના ઓડીટ વિભાગના બે ભૂતપૂર્વ કર્મચારીઓએ આ ભ્રષ્ટાચાર અંગેના દસ્તાવેજો લીક કર્યા હતા. આ ઘટના પછી કોંગોની બેંકે દસ્તાવેજો લીક કરનાર તેમના આ બંને કર્મચારીઓ વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી કરી છે. પરંતુ આ બંને પૂર્વ બેંક કર્મચારી દેશ છોડીને ભાગી ગયા છે. ઇઝરાયેલના હીરા વેપારી ડેન ગેર્ટલરે કહ્યું કે અદાલતમાં ચાલી રહેલા એ મામલામાં તેમણે કોઈ ભૂમિકા નિભાવી નથી.ગેર્ટલરે ઉમેર્યુ હતુ કે નિયુક્ત શરતો અને કાયદાનું પાલન કરવાની ઓએએફસી પ્રત્યેની પ્રતિબદ્ધતાને આધારે અમેરીકાની સરકાર દ્વારા અમને લાઇસન્સ જારી કરવામાં આવ્યું હતું.તેમણે કહ્યુ કે પારદર્શિતા અને જવાબદારી આપણા હીરા વ્યવસાયનો મજબુત પાયો છે.

ગર્ટલરની કંપનીના પ્રવક્તા ડર્શોવિટ્ઝે લાઇસન્સ રદ કરવા અંગે ટિપ્પણી કરતા કહ્યુ કે અમે અમેરીકી સરકારને લાઇસન્સ પુન: ઈશ્યુ કરવા કોઇ વિનંતી કરી નથી. તેમણે ઉમેર્યુ કે ગેર્ટલરને પુરાવા રજૂ કરવાની એક પણ તક આપ્યા વિના એકપક્ષીય રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમો આગામી પગલા તરીકે તમામ વિકલ્પોની વિચારણા કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

અખબાર અને બેંક કર્મચારીઓએ ભ્રષ્ટાચારની ખોલી પોલ ??

છ મહિના અગાઉ એનજીઓ ગ્લોબલ વિટનેસ અને ઇઝરાઇલના અખબાર હાઆરેટેઝે (Ha’aaretz)એ પણ આ અંગે અહેવાલો પ્રકાશિત કર્યા હતા.એક નિવેદનમાં ગર્ટલરે આ તમામ આરોપોને નકારી કાઢતા દાવો કર્યો હતો કે આ અહેવાલો ખોટા દસ્તાવેજો પર આધારિત હતા. ઉપરોક્ત અહેવાલ પ્રસિધ્ધ થયા પછી દસ્તાવેજમાં કરવામા આવેલા આક્ષેપ અંગેના પુરાવા માટે ગર્ટલરના વકીલોએ એનજીઓ ગ્લોબલ વિટનેસ અને ઇઝરાઇલના અખબાર હાઆરેટેઝે (Ha’aaretz)સમક્ષ માંગણી કરી હતી.પરંતુ હજુ સુધી અમેન તેના પુરાવા આપવામા આવ્યા નથી એમ ડેન ગેર્ટલરે મીડીયાને આપેલા નિવેદનમાં કહ્યુ છે.