હીરા ઉદ્યોગની ચમક વધે તેવા આ રહ્યા પરિવર્તનકારી સંજોગો

ખાણમાથી ઉત્પાદીત પ્રાકૃતિક રફ હીરાના ઓકશનની સાથે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત લેબમા ઉત્પાદીત એચપીએચટી અને સીવીડી રફ હીરાની પણ યોજાશે હરાજી

DIAMOND TIMES –આગામી સમયમા સુરતના હીરા ઉદ્યોગની ચમક વધે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થઈ રહ્યુ છે.જાણીને આનંદ થાય એવા પ્રથમ સમાચાર એ છે કે સુરતના હીરાના વેપારીઓએ રફ હીરાની ખરીદી કરવા હવે દુબઈ રશિયા,બેલ્જિયમ,ઓસ્ટ્રેલિયા,આફ્રિકા સહીતના દેશો સુધી લાંબા નહી થવુ પડે.કારણ કે હવે મોટી કંપનીઓ દ્વારા સુરતમાં જ રફ હીરાના ઓકશન અને ટેન્ડરના આયોજન કરી શકે એ માટેના દરવાજા ખુલી રહ્યા છે.

આમ તો આ કાર્યની ધીમી શરૂઆતતો ઘણા મહીના પહેલા જ થઈ ચુકી છે.પરંતુ હવે તે વધુ ઝડપી, અસરકારક અને નિયમિત બનવાની આલબેલ પોકારતા બીજા સમાચાર એ છે કે આગામી તારીખ 26 થી 30 જુલાઈ દરમિયાન સુરત ના ડૂમસ રોડ સ્થિત અવધ ઉથોપિયા ખાતે અગ્રણી કંપની સ્ટાર જેમ્સ દ્વારા રફ હીરાનું ઓકશન અને ટેન્ડર યોજાશે. જેમા રફ હીરાને જોવાની-ચકાસવાની અને યોગ્ય લાગે તો બોલી લગાવી ખરીદવાની સવલત આપવામાં આવનાર છે.સ્ટાર જેમ્સ દ્વારા આયોજીત આ રફ ઓક્શનમાં એંગોલિયન,અલુવિલિયલ અને સાઉથ આફ્રીકા ના રફ હીરા વેંચાણ માટે મુકવામાં આવનાર છે. ઉલ્લેખનિય છે કે મુંબઈમાં બીડીબી ખાતે ઓફીસ ધરાવતી શૈલેશભાઈ ઝવેરીની સ્ટાર જેમ્સ મોટી સાઈઝ ના રફ હીરા ખરીદવા માટે વિખ્યાત છે. ગત માર્ચ મહીનામાં આ કંપનીએ પેટ્રા ડાયમંડ્સ કંપનીને દક્ષિણ આફ્રિકાની કુલિનાન ખાણમાંથી મળી આવેલો 299.3 કેરેટનો રફ હીરો 12.18 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.

સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત એચપીએચટી અને સીવીડી રફ હીરાની પણ થશે હરાજી

બીજા મહત્વના સમાચાર એ છે કે આગામી ટૂંક સમયમાં સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત કુદરતી રફ હીરાની સાથે એચપીએચટી અને સીવીડી રફ હીરાની પણ હરાજી અને ટેન્ડરનું આયોજન થવાનું છે. જેને જીજેઇપીસી,ચેમ્બર્સ ઓફ કોમર્સ,સુરત ડાયમંડ એસોસિયેશન અને સુરત લેબગ્રોન એસોસિયેશન સહીત વિવિધ સંગઠનોનો ટેકો છે.ઉલ્લેખનિય છે કે આગામી ડીસેમ્બરના અંત સુધીમા સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થઈ જાય તેવી પ્રબળ સંભાવનાઓ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગને બળ મળે તેવી આ સકારાત્મક ગતિવિધી સોનામાં સુગંધ સમાન છે.

જીજેઇપીસીની નવરત્ન ગેલેરી : સુરતના હીરા ઉદ્યોગના વિકાસને ગતિ આપવાનું પ્લેટફોર્મ

સુરત હીર ઉદ્યોગનું હબ ગણાય છે, પરંતુ કાચા માલ એટલે કે રફ હીરા માટે સુરતના કારખાનદારોએ વિદેશના ચક્કર લગાવવા પડે છે.જેમા સમય શક્તિ અને નાણાનો વ્યય થાય છે. પરંતુ હવે સુરતમાં જ કુદરતી રફ હીરા, એચપી એચટી તેમજ સીવીડી રફ હીરા સહીતના અન્ય કીંમતિ રત્નો પણ આસનીથી ઉપલબ્ધ થવાથી સુરતના હીરા ઉદ્યોગના વિકાસને ગતિ મળવાની છે.સુરતની ચમક વધારનારી ઉપરોક્ત સુવિધાઓ ઉભી કરવામાં કેન્દ્ર સરકારની નોડલ એજન્સી જીજેઇપીસીનું ખુબ જ મહત્વપુર્ણ અને સરાહનિય યોગદાન છે . સુરત ના અગ્રણી વેપારીઓના સહયોગથી જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાની સંનિષ્ઠ અને અસરકારક કામગીરીનું આ સુંદર પરિણામ છે. દીનેશભાઈ નાવડીયા દ્વારા હીરા અને ઝવેરાત ઉદ્યોગની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે અનેક નોંધનિય કામ ગીરી  કરવામાં આવી છે.પરંતુ તેમની સર્વોત્તમ કામગીરીમાં જીજેઇપીસીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ “નવરત્ન ગેલેરી” નો સમાવેશ થાય છે.

શુ છે જીજેઇપીસીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ “નવરત્ન ગેલેરી”

સુરતના ભીમરાડ રોડ સ્થિત ટીટેનિયમ બિઝનેસ હબમાં સાતમા મળે આકાર પામેલી જીજેઇપીસીની “નવરત્ન ગેલેરી” રફ હીરા,પ્રેસિયશ-સેમી પ્રેસિયેશ સ્ટોન,સીપીડી ડાયમંડ, સિન્થેટીક ડાયમંડ, પ્લેન અને સ્ટડેડ ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી,ઇમોટેશન જ્વેલરી, ફેશન અને કસ્ટમાઈઝ જ્વેલરી-આર્ટીકલ્સનું ટ્રેડીંગ પ્લેટફોર્મ છે.જ્યા વિદેશમાથી ભારતમા આયાત થતા રફ હીરા સહીત અન્ય માલને બાયર્સ નિહાળી શકે,ચકાસી શકે અને સીધી ખરીદી કરી શકે તે માટે ખાસ અધતન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યુ છે .સુરતના હીરા ઉદ્યોગનુ ભાવી બદલવાની ક્ષમતા ધરાવતી આ “નવરત્ન ગેલેરી” આગામી ઓગષ્ટની મધ્યમાં પુર્ણ પણે કાર્યરત થઈ જવાની જીજેઇપીસીની ધારણા છે.

તમામ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરથી સજજ છે નવરત્ન ગેલેરી

સુરત એરપોર્ટથી માત્ર 9 કિમી,રેલ્વે સ્ટેશનથી 12 કિમી અને સુરત ડાયમંડ બુર્સથી 1 કિમીની અંતરે આવેલી અધતન ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી “નવરત્ન ગેલેરી” માં હાઈ રિઝ્યુલેશન કેમેરા ધરાવતા 11 એરકંડિશન્ડ વ્યુઇંગ રૂમ, વજન કરવા ની કાંટીઓ, યુવી લાઇટ્સ,ડેલાઇટ લેમ્પ્સ, ઇન્ટરકોમ સહીતની જરૂરીયાત મુજબની તમામ પ્રકારની આધુનિક સુવિધા ઓ છે. આ ઉપરાંત અધતન સિક્યુરિટી સિસ્ટમમાં સુરક્ષા કર્મીઓનો ચોકી પહેરા સાથે 24/7 સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક આધારિત રજીસ્ટર પ્રવેશ પ્રક્રીયા,બાયો-ન્યુમેરિક લોકર અને સ્ટ્રોંગ રૂમ,ફાયર અલાર્મ સિસ્ટમ અને અગ્નિ શામકો સાધનો,પીએ સિસ્ટમ,વાઇફાઇ, મીટીંગ રૂમ,રિસેપ્શન અને પ્રતીક્ષા ખંડ,પેન્ટ્રી તેમજ મોનીટરીંગ રૂમમાં વિશાળ સ્ક્રીનમાં પરીસરની અંદરની તમામ ગતિવિધી નિહાળવાની પણ સુવિધા ઉપલબ્ધ છે.