કોરોના વિલન બનતા IIJSનું આયોજન પાછળ ઠેલાયુ

660

DIAMOND TIMES – ભારત સરકારની નોડલ એજન્સી તરીકે કાર્યરત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા મુંબઈમાં પ્રતિ દોઢ વર્ષે આયોજીત થતા ભારતના હીરા ઉદ્યોગ માટે અત્યંત મહત્વપુર્ણ ઇન્ડીયા ઇન્ટર નેશનલ જ્વેલરી શો (IIJS)નું એપ્રિલ મહીનામાં આયોજન કરવાની જીજેઈપીસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.જેને અનુલક્ષીને તમામ તૈયારીઓ પણ પુર્ણ કરી લેવામા આવી હતી.ભારતનું સૌથી મોટું બી2બી રત્ન અને ઝવેરાત પ્રદર્શન IIJSમાં ભારતની અનેક કંપનીઓ તેમના દ્વારા નિર્મિત ઉત્ક્રુષ્ટ જ્વેલરી, હીરા અને રંગીન રત્નો પ્રદર્શન કમ વેંચાણ માટે મુકતી હોય છે.વળી વિશ્વના અનેક દેશોમાથી વિદેશી બાયર્સ આ જ્વેલરી મેળની મુલાકાતે આવતા હોય છે.આ વિદેશી ખરીદદારો દ્વારા હીરા અને ઝવેરાતના કરોડો રૂપિયાના ભારતિય કંપનીઓને ઓર્ડર મળતા હોય છે.આમ ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે IIJS ખુબ જ મહત્વપુર્ણ હોય છે.

ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે ખુબ જ મહત્વપુર્ણ IIJSના આયોજનમાં કોરોના વિલન બનતા ભારતના હીરા ઉદ્યોગ માટે થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે.જો કે જીજેઇપીસી આયોજીત E-IGJS ની સકારાત્મક અસર હજુ પણ બરકરાર છે જે ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે પ્લસ પોઇન્ટ છે.

કોરોના મહામારી અને લોકડાઉનની વિકટ સ્થિતિ વચ્ચે હીરા ઝવેરાત ઉદ્યોગને વેગવંતો બનાવવાના જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિવિધ પ્રકારના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા છે.જેમા જીજેઈપીસી દ્વારા ગત જાન્યુઆરીમાં આયોજીત થયેલો e-IGJS પ્રથમ હરોળમાં આવે છે.કારણ કે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે સમગ્ર વિશ્વ નિરાશાના ઘોર અંધકારમાં હતુ,એવા નિર્ણાયક સમયે જીજેઇપીસીએ E-IGJSનું આયોજન કરવાની હીંમત દાખવી હતી.E-IGJSમાં ભારતની અનેક કંપનીઓએ હીરા,રંગીન રત્નો, સોના-ચાંદીઅને પ્લેટિનમ તેમજ ડાયમંડ જડીત આકર્ષક જ્વેલરીની વૈવિધ્યસભર ઉત્પાદન શ્રેણી પ્રદર્શિત કરી હીરા અને ઝવેરાતના ક્ષેત્રમાં ભારતનો દબદબો અને ક્ષમતા સમગ્ર વિશ્વને બતાવી દીધી હતી.

E-IGJS જ્વેલરી શો માં અલ્જેરિયા , આર્જેન્ટિના , ઑસ્ટ્રેલિયા ,બહેરીન , બાંગ્લાદેશ , બેલ્જિયમ , બ્રાઝિલ , કેનેડા ચાઇના,કોલમ્બિયા,કોસ્ટા રિકા , એક્વાડોર, ઇજિપ્ત, ફીજી,જર્મની, ગ્રીસ, હોંગકોંગ, આયર્લેન્ડ , ઇઝરાઇલ, ઇટાલી, જાપાન, જોર્ડન, કોરિયા, કુવૈત, લેબેનોન, લિબિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ, મિન્સ્ક (બેલારુસ), નેપાળ, ન્યુઝીલેન્ડ, ઓમાન, પાકિસ્તાન, પેલેસ્ટાઇન, પનામા, પેરુ, કતાર, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, સ્પેન, શ્રીલંકા, તાઇવાન, તાંઝાનિયા, થાઇલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુએઈ, યુકે, યુક્રેન, યુએસએ અને વેનેઝુએલા સહીત 56 દેશોના 500 થી પણ વધુ ખરીદદારોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

e-IGJSના આયોજન પછી યુરોપ-અમેરીકા સહીત ચીન,હોંગકોંગ,મધ્ય પૂર્વ સહીતના મોટા બજારોમાં હીરા અને ઝવેરાતની માંગ વધી હતી.વર્તમાન સમયે પણ હીરા અને ઝવેરાત ઉદ્યોગ રીકવરી સાથે ઝડપથી વૃદ્ધિ પામી ગતિશીલ બન્યો છે.વિશ્વના અમુક બજારોમાં એક કેરેટ ડાયમંડ થી માંડી ત્રણ કે ચાર કેરેટ ડાયમંડ જડીત લગ્નની વીંટી લોકો હોંશે હોંશે પસંદ કરી ખરીદી રહ્યા છે. એટલુ જ નહી પરંતુ પસંદગીના આભુષણો ખરીદવા ઉંચુ મુલ્ય પણ ચુકવી રહ્યા છે.આ બાબત ખુબ જ ઉત્સાહજનક અને સકારાત્મક છે.જ્વેલરી ઉદ્યોગનું ભાવિ ખૂબ ઊજળું દેખાય છે.190 અબજ પાઉન્ડનું વાર્ષિક વેચાણ કદ ધરાવતા હીરા અને ઝવેરાતનું બજાર પ્રતિ વર્ષે 5 થી 6 ટકાના દરે વિકસી રહ્યુ છે.આ બાબતને લક્ષ્યમાં રાખતા વર્ષ 2022 સુધીમાં તે 300 અબજ પાઉન્ડને આંબી જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.