અવકાશની સફર ખેડી ચુકેલા ખાસ સ્પેસ ડાયમંડ્સને ઓનલાઈન ખરીદવાની તક

DIAMOND TIMES – અમેરીકાના એક જ્વેલરે અનોખા સ્પેસ ડાયમંડ્સ લોંચ કર્યા છે.આ હીરાઓની ખાસિયત એ છે તે અવકાશની સફર ખેડી ચુકેલા હશે.મીડીયા અહેવાલ મુજબ યુએસ સ્થિત ડાયના રાય જ્વેલરી નામની કંપનીએ આગામી ઉનાળાની શરૂઆતમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશનમાં સામેલ કરવા કુદરતી અને લેબગ્રોન હીરાની પ્રથમ બેચ માટે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) સાથે ખાસ ગોઠવણ કરી છે.

યુએસ સ્થિત ડાયના રાય જ્વેલરી કંપનીએ આ ખાસ હીરાની ખરીદી માટે ખાસ યોજના બનાવી છે.જે મુજબ આ હીરાની ખરીદી કરવા ઇચ્છૂક શોખિનો અવકાશ યાનની સફર અગાઉ જ આ હીરાની ખરીદી માટે ઓનલાઈન એડવાન્સ બુકીંગ કરી શકે છે.જ્યારે સ્પેશયાન અવકાશની સફર પુર્ણ કરી પરત ધરતી પર આવશે ત્યારે આ છૂટક હીરાઓ અને ગ્રાહકોની મરજી મુજબ દાગીનામાં જડીને એડવાન્સ બુંકીગ કરાવનાર ગ્રાહકોને તેની ડીલેવરી આપવામાં આવશે.કંપનીએ કરેલી જાહેરાત મુજબ 0.10 કેરેટના લેબગ્રોન હીરા જડીત સોનાનો બ્રેસલેટ પણ અવકાશની સફર ખેડશે.

નોંધનિય છે બાબત તો એ છે કે અમેરિકન જેમ સોસાયટી લેબોરેટરી દ્વારા અવકાશમાં જ લેસરની મદદથી આ હીરાને ક્રમાંકિત કરી તેનું દસ્તાવેજી કરણ કરવામાં આવનાર છે.