આ ખાસ કારણથી 9 જુલાઈનો દીવસ વૈશ્વિક હીરા ઉદ્યોગ માટે બની ગયો યાદગાર અને ઐતિહાસિક

588

DIAMOND TIMES –અગ્રણી ઓક્શન હાઉસ સોથેબીએ ગત તારીખ 9 જુલાઈ ના રોજ પિયર સેઇપ,ડી કલરના 101 કેરેટ વજનના હીરાની હોંગકોંગ ખાતે હરાજી કરી હતી.નાસપતિના આકારના ‘ધ કી 10138’ નામથી વિખ્યાત આ ડાયમંડ અંદાજીત 91 કરોડ રૂપિયામાં વહેંચાયો છે.ઉલ્લેખનિય છે કે તેને ખરીદનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવ્યુ છે. વિશ્વના સહુથી મોટા બીજા નંબરના હીરાની ખરીદીમાં વિશ્વમાં પ્રથમ વખત ક્રિપ્ટો કરન્સી દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યુ હતુ.પરિણામે આ દીવસ હીરા ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અને યાદગાર દીવસ બન્યો છે.

‘ધ કી 10138’ ડાયમંડને જ્યારે હોંગકોંગ ખાતે થનારી હરાજી અગાઉ ઓનલાઈન બોલી માટે મુકવામાં આવ્યો ત્યારે તેની ખરીદીના બદલામાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાની અગ્રણી ઓક્શન હાઉસ શોથેબીએ જાહેરાત કરી હતી . સોથેબીએ કહ્યુ કે 100 કેરેટના કુલ 10 હીરાની હરાજીની ઓફર કરવામાં આવી છે.જે દશ હીરા પૈકી માત્ર બે હીરા જ પિઅર- આકારના છે.આ હીરો વિન્સ્ટન લેગસી પછીનો બીજો સૌથી મોટો પિઅર-આકારનો હીરો છે.વિન્સ્ટન લેગસી ડાયમંડ 2013માં જીનીવાના ક્રિસ્ટીઝ ઓક્શનમાં 26.8 મિલિયન ડોલરમાં વેંચાયો હતો.

Josh Pulane, Managing Director, Global Luxury Division, Auction House Sotheby's
Josh Pulane, Managing Director, Global Luxury Division, Auction House Sotheby’s

ઓક્શન હાઉસ સોથેબીના વૈશ્વિક લક્ઝરી ડિવિઝન ના મેનેજિંગ ડિરેક્ટર જોશ પુલાને પ્રતિભાવ આપતા કહ્યુ કે હીરા એ ઝવેરાતનો એક ભાગ જ છે.જેથી કંપની ની પોલિસી પ્રમાણે અમે ડિજિટલ કરન્સી સ્વીકારી છે. અત્યાર સુધી નાની સાઈઝના હીરાના વેંચાણના બદલા માં પેમેન્ટ તરીકે ઇથર અથવા બિટકોઇન સ્વીકારવામાં આવતા હતા.પરંતુ અંદાજીત રૂપિયા 91 કરોડની કિંમતના 101 કેરેટના પિયર સેઇપ હીરાની ખરીદીના બદલામાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરવાની સવલત આપવી એ અત્યાર સુધીની સહુથી મોટુ કદમ છે.

જ્વેલરી ફોર સોથેબી એશિયાના ઉપાધ્યક્ષ વેનહાઓ યુએ કહ્યુ કે અમે વિશ્વભરના શ્રીમંતોની ઝવેરાત અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી ની ભૂખ જોઇ રહ્યા છીએ.વળી એશિયાના દેશોમાં યુવાઓમાં ક્રિપ્ટો કરન્સીના ચલણનો વધી રહેલો ક્રેઝ પણ અનુભવી રહ્યા છીએ. હીરાની ખરીદીના બદલામાં પેમેન્ટ તરીકે ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણી માટેની શક્યતાઓનું નિરીક્ષણ કર્યા પછી અમોએ આ પગલુ ભર્યુ છે.હવે પૃથ્વીના દુર્લભ અને મહાન વૈભવી ખજાના માં સામેલ હીરાની ખરીદી ના બદલામાં ક્રિપ્ટો ચુકવણીનો વિકલ્પ આપવાનો અવસર અભૂતપૂર્વ છે.અમે આગળ પણ જ્વેલરીની ખરીદીના બદલા માં ક્રિપ્ટોકરન્સીની ચુકવણીની તકોનું વિશ્લેષણ કરવાનું ચાલુ રાખીશું.