એકઝીબીશનના ઉદ્ઘાટન પ્રસંગે અડાજણ-પાલ–ઇચ્છાપોરના નગરસેવિકા ઉર્વશી પટેલ , ભારતની યંગેસ્ટ કમર્શિયલ પાયલટ મૈત્રી પટેલ,મિસિસ ઇન્ડિયા ઇવેન્ટનું પ્રતિનિધીત્વ કરી ચૂકેલા શિવાની દેસાઇ તેમજ માજી નગર સેવિકા રૂપલ શાહ ઉપસ્થિત રહયા હતા.
DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ સ્થિત શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’ યોજાયું છે.પ્રથમ અને બીજા તબકકાના એકઝીબીશનને શહેરીજનો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળતા આજથી ત્રીજા તબકકાનું આયોજન કરવામાં આવ્યું છે.
આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનના ઉદ્ઘાટન પ્રસંગે ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ સ્વાગત પ્રવચન કરી મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રેરીત કરી હતી.ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ ‘ આત્મ નિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’ વિશે માહિતી આપી હતી.‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’ના ત્રીજા તબકકામાં 65 થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે.આ એકઝીબીશન બપોરે ૧રઃ૦૦ થી રાત્રે ૦૮:૦૦ કલાક સુધી ખૂલ્લું રહેશે.
એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ,બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.