GST ખાતામાં ક્રેડિટ છતાં વેપારીઓને એક ટકા ટેકસ ભરવાની પડી રહી છે ફરજ

86

ડાયમંડ ટાઇમ્સ
જીએસટીની આંટીઘુંટીઓ નિવારવા સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.આમ છતા પણ સરળીકરણના બદલે જીએસટીની આંટીઘુંટીઓની ગુંચ નહી ઉકેલાતા વેપારી વર્ગમાં સરળીકરણની માંગ વધુ તીવ્ર બની છે.વર્તમાન સમયમાં સીજીએસટીનો નિયમ 86(બી)વેપારીઓ માટે વધુ હેરાનગતિ રૂપ બન્યો છે.ઈલેકટ્રોનિક લેજરમાં ક્રેડિટ હોવા છતાં પણ રૂપિયા 50 લાખથી વધુની સર્વિસ પુરી પાડનાર પેઢીને 1 ટકા જીએસટી ટેક્સ ભરવાની ફરજ પડી રહી છે.

જીએસટીને લગતી ઘણી સમસ્યાઓ વેપારી વર્ગમાં પ્રવર્તી છે.બોગસ બિલ થકી કૌભાંડ આચરનારાઓના કારણે ઈમાનદારીથી વેપાર કરનારા કારોબારીઓને માથે જીએસટીની વિવિધ જવાબદારીઓ વેંઠારવાનો વારો આવ્યો છે.સીજીએસટીની કલમ 86(બી) મુજબ ક્રેડિટને લઈને થોપવામાં આવેલી નવી જવાબદારી વેપારી વર્ગ માટે નવી સમસ્યા ઉભી કરી છે.1 જાન્યુઆરી,2021 થી અમલમાં આવેલી 86(બી)ની એક જોગવાઈ પ્રમાણે રૂ. 50 લાખથી વધુની માસિક સર્વિસ પુરી પાડનાર વેપારીઓ કે સર્વિસ પ્રોવાઈડરના ઈલેકટ્રોનિક લેજરમાં જીએસટી પેટેની ઈનપુટ ટેકસ ક્રેડિટ હોવા છતાં 1 ટકા જેટલી રકમ ખિસ્સામાંથી ચૂકવવી પડી રહી છે.

કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છતાં તંત્રનું મનસ્વી અર્થઘટન જવાબદાર

જીએસટી વિષયના અભ્યાસુઓ કહે છે કે 86(બી) પ્રમાણે રૂ.50 લાખથી વધુની સર્વિસ પુરી પાડનારના ખાતામાં ભલે જીએસટીની ચુકવણી કરવા જેટલી ક્રેડિટ પડી હોય પરંતુ નવી ટેકસની જોગવાઈના 99 ટકા રકમનો ઉપયોગ ક્રેડિટમાંથી જ્યારે 1 ટકા કેસમાં ભરવા સૂચન કરાયુ છે. ઘણા વેપારીઓ એવા છે કે 10-10 લાખ સુધી માસિક જીએસટી ભરવાની ફરજ પડતી હોય છે.તેના 1-1 ટકા સુધી પણ કેસમાં ભરવા માટે સૂચન કરાઈ છે. જીએસટીના કાયદામાં એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.પરંતુ વિભાગ દ્વારા પોતાની રીતે અર્થઘટન કરીને વેપારીઓને ખિસ્સામાંથી કેસમાં ટેકસ ભરવા માટે સૂચન કરાઈ છે. બોગસ બિલિંગને અટકાવવા માટે 1 ટકા ટેકસ કેસમાં ભરવાની ફરજ પડાઈ છે. ઉલ્લેખનીય છે કે ટેકસટાઈલ પ્રોસેસિંગના સર્વિસ સેકટરમાં 18 ટકા જીએસટી વસુલવામાં આવે છે. જેમા હજુ પણ રિફંડ આપવામાં આવતુ નથી