ટ્રાન્સ એટલાન્ટિક ગાર્નર્સના દુબઈ રફ ટેન્ડરને જંગી પ્રતિસાદ

632

DIAMOND TIMES- ગત તારીખ 14 થી 21 જુલાઈ દરમિયાન દુબઈમાં આયોજીત ટ્રાન્સ એટલાન્ટિક જેમ્સ સેલ્સ (TAGS) ને રફ ખરીદદારો તરફથી જંગી પ્રતિસાદ મળ્યો છે. ટ્રાન્સ એટલાન્ટિક ગાર્નર્સ દ્વારા અંગોલા અને દક્ષિણ આફ્રિકાની વિવિધ ખાણોમાંથી ઉત્પાદીત 43,300 કેરેટ રફ હીરા વેંચાણ માટે મુકવામાં આવતા કંપનીને 62 મિલિયન ડોલરનો વકરો થયો હતો.જે કંપનીની આજ સુધીનો સૌથી વધુ મોટો વકરો છે. ઉલ્લેખનિય છે કે આ રફ ટેન્ડરમાં 10 કેરેટથી મોટા અને 30 થી 100 કેરેટ વજન સહીત વિવિધ કદના રફ હીરાનો સમાવેશ થતો હતો.

આ રફ હીરાને ભારત,એન્ટવર્પ અને ઈઝરાયેલ સહીતની 100થી વધુ કંપનીઓએ ખરીદ્યા હતા.ડીમાન્ડને અનુલક્ષીને કંપનીએ રફના વેચાણમાં એક દિવસનો વધારો કરવાની ફરજ પડી હતી. કંપનીના કહેવા અનુસાર તમામ રેન્જમાં માંગ ખૂબ જ મજબૂત રહેતા રફ હીરાની રેકોર્ડ બ્રેક કીંમત મળી હતી. ટેન્ડરમાં બોલી લગાવનાર પચાસ ટકા કંપનીઓ માલ ની ખરીદી કરવામાં સફળ રહી હતી.