દેશના 1% ધનવાનોની યાદીમા તમારૂ નામ છે કે નહી ? જાણો અત્યારે જ

133

ડાયમંડ ટાઈમ્સ

આપણે ઘણીવાર દેશ અને દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદી જોઈએ છીએ.પણ કદાચ તમને એ ખ્યાલ નહી હોય કે જો તમારી પાસે રૂપિયા 44 લાખની નેટ વેલ્થ એટલે કે કુલ એસેટ છે તો તમે દેશના 1% ધનવાનોની યાદીમાં સામેલ છો.કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્કે વિશ્વના વિવિધ દેશોના સૌથી અમીર લોકોનું કટઑફ જાહેર કર્યું છે.એમા નિયત કરેલા માપદંડો મુજબ જો તમારી કુલ મિલકતની વેલ્યુ 44 લાખ રૂપિયા કે તેનાથી વધારે હોય તો તમે પણ દેશના 1% અમીરોની યાદીમાં સામેલ છો.

આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્કે તેના ‘ધ વેલ્થ રિપોર્ટ 2021’માં દુનિયાભરના દેશોના ધનવાનોનું કટ ઑફ જારી કર્યું છે.આ રિપોર્ટ પ્રમાણે ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં પણ 1% સૌથી અમીર ક્લબમાં સામેલ થવા માટે ભારતની જેમ જ રૂપિય 44 લાખની સંપત્તિનો માપદંડ રખાયો છે.પરંતુ ભારતમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ એટલે કે સૌથી અમીરોની સંખ્યા ઈન્ડોનેશિયાથી દસ ગણી અને ફિલિપાઈન્સથી 14 ગણી વધુ છે.નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અનુમાન પ્રમાણે, ભારતમાં 1% સૌથી અમીર ક્લબમાં સામેલ થવાની મર્યાદા આગામી પાંચ વર્ષમાં બમણી થઈ જશે.રિપોર્ટ પ્રમાણે દુનિયામાં હાલ 190,085 અતિ ધનવાન એટલે કે અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ છે.તેમાં ભારતના 6,884 અતિ ધનવાન લોકો પણ સામેલ છે.દુનિયાભરના અતિ ધનવાનોની સંખ્યા 2020-25 વચ્ચે 27% વધીને 663,483 થઈ શકે છે.બીજી તરફ, ભારતમાં અતિ ધનવાનોની સંખ્યા આગામી પાંચ વર્ષમાં 63% વધીને 2025માં 11,198 થવાનું અનુમાન છે.